mandir
name

દલિત સમાજની આસ્થાનુ પ્રતીક : સંતશ્રી સવગુણ સમાધિ સ્થાન (ઝાંઝરકા)

“ભકતબીજ પલટે નહિ, જુગ જાય અનંત; ઉંચ નિચ ઘર અવતરે આખર સંતનો સંત.”

વિશ્વ સમુદાયમા વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા ને પરિણામે અનેકાનેક સામાજીક અને ધાર્મિક સમસ્યાઓનો જન્મ થયો છે. આ કળિયુગ કાળમા પણ સમગ્ર વિષ્વને જે ધર્મ દ્રારા માર્ગદર્શિત કરી શકાય તેવી સુવાસ ફેલાવતી દલિત સમાજની જગ્યા એટલે સંતશ્રી સવગુણ સમાધિ સ્થાન – ઝાંઝરકા. સમગ્ર દલિત સમાજની શ્રધ્ધા જયા ટેકાયેલી છે અને જેમના નામે સમાજના વ્યજવહારો કરવામા આવે છે તેવા સંતશ્રી સવૈયાનાથનુ મન્દિર- ઝાંઝરકા આવેલ છે. અહિ આજથી ત્રણસો વર્ષ પહેલા સંતશ્રી સવૈયાનાથ થઇ ગયા.

સિધ્ધપુર તાલુકાના ટુડાવ ગામેથી શાણાભગતે ઝાંઝરકામા રોજગારી માટે વસવાટ કર્યો. શાખે મકવાણા, ટુડાવ ગામેથી આવેલા એટલે ટુડીયા કહેવાયા. દ્વર્કાધિશને બાવન ગજની ધજા ફર્કે છે તે જ રીતે ઝાંઝરકા નિજ ધામે બાવન ગજની ધજા ફર્કે છે. આ માટે સદગુરુનુ પરમાનણ છે. ભકતરાજ બોડાણો દ્વર્કાધિશના દર્શન કરીને ભગવાન દ્વર્કાધિશની સાથે વટેમાર્ગે ડાકોર જઇ રહ્યા હતા. આ સમયે બોડણા ભગત ઝાંઝરકા ગામે વિસામો કરવા રોકાયા. ટમટમતા તારલાઓન પ્રકાશે તેઓ મેઘવાળના ખોરડે આવી પહોચે છે. ભકત બોડાણો લામ્બા પંથના વાટેથી આવ્યા હતા તેથી થાક પણ હતો, તરસ અને ભૂખ પણ એટલી જ લાગેલી. મેઘવાળના ખોરડે આવી પાણી માગ્યુ ત્યારે શાણા ભગતના ઘેરથી વ્રુધ ડોશીમાએ બહાર આવી કહ્યુ :

“ભાઇ વટેમારગુ છો, પણ આ ઘર તો મેઘવાળનુ છે.” બોડાણા ભગતે કહ્યુ : “હરિના દરબારમા તો સૌ સરખા. ઉચનિચના ભેદભાવ તો મનેખના છે.”

શાણાભગતે ભકતરાજ બોડાણાએ કહ્યુ : “ભકતરાજ ! કળિયુગના કપરાકાળમાય તમારો રોટલો અને ઓટલો અક્શય રહેશે.” જાતિ અને ભ્રાતિ એ હરીના દેશમા નથી. એક સાખીમા કહેવામા આવ્યુ છે કે –

“માનવ ! તુઝે નહિ યાદ કીયા, તુમ બ્રહમ ક હિ અંશ હૈ ! કુળ ગોત્ર તેરા બ્ર્હમ હૈ, સદ બ્ર્હમ તેરા વંશ હૈ ! ચૈતનય હૈ તુ અજ અમલ હૈ, સહજ હી સુખરાશી હૈ ! જન્મે નહી મરતા નહી, સુટ્સ્થ હૈ અવિનાશિ હૈ.”

આજે વિશ્વ જયારે ધર્મના નામે વિગ્રહો ચાલી રહ્યા છે ત્યારે સર્વધર્મ સમભાવનુ પ્રતીક સંતશ્રી સવગુણ સમાધિ સ્થાને ધજારોહણ મુસ્લિમ બિરાદરો તરફથી કરવામા આવે છે. આ પરંપરા સંતશ્રી સવગુણદાદાના સમયથી આજ દિન સુધી ચાલે રહી છે. ઝાંઝરકામા ગામ આજે તો સમગ્ર દલિત સમાજ માટે યાત્રાનુ ધામ બની ગયેલ છે. ઝાંઝરકા ગામનુ વર્ણન કવિ રામાનુજના શબ્દોમા : ખીલેલા કમળ પુષ્પ જેવુ ઝાંઝરકા ગામ, ગામમા પુષ્પના પરાગ સમુ સંતશ્રી સવૈયાનાથજીનુ પાવનધામ. પરાગરાજ સરીખા એના આશીર્વાદની મહેક હરકોઇને ભક્તિભાવમા તરબોળ કરે છે. …સંતનુ આંગણુ-એનુ આંગણુ તો આખી દુનિયાનુ આશ્રયસ્થાન !
…અહિ પ્રત્યેક યાત્રાળુ અતિથિ છે, મહેમાન છે ! …અતિથિ દેવો ભવ છે ! અહિ સહુનો આદર થાય છે, સત્કાર થાય છે. સવાર સાંજ ભોજનની પંગત પડે છે. આજ સુધી કયારેય કોઇ પ્રસાદ પામ્યા વિના ગયુ નથી. …મન્દિરની પરંપરામા અયાચકવ્રતનુ બે સદીનુ તપ તપે છે…”
રામચરિત માનસમા કહેવામા આવ્યુ છે કે :
તપ બલ રચહિ પ્રપંચ વિધાતા, તપ બલ વિષ્ણુ સકળ જગ ત્રાતા; તપ બલ શંભુ કરહિ સંઘારા, તપ બલ શેષ ધરહિ મહિ ભારા.

સમગ્ર ગુજરાતના દલિત સમાજ્ના આસ્થાના પ્રતીક સમાન સંતશ્રી સવગુણ સમાધિ સ્થાન, ઝાંઝરકા (તા.ધન્ધુકા) ખાતે દર બેસતા વર્ષે અન્નકુટ તથા પાટોત્સવ યોજાય છે. જેમા ભજન, ભોજન અને ભગવંતોનો પ્રયાગરાજ રચાય છે. અઢારેય વર્ણ દાદાના દર્શનાથે આવીને પોતાના જીવનને પાવન કરે છે. સપ્તેશ્વર યુવા મહંતશ્રી શંભુનાથજી ગુરુશ્રી બલદેવનાથજી પાવનધામની જે પરંપરા છે તેને આગળ ધપાવી રહ્યા છે. જય સવૈયાનાથ.

– સી. ટી. ટુંડિયા ‘જાન’

Leave a Reply